સૌ કોઈની આંખોમાં જામ છે દોસ્તો,
એટલે સૌ દુનિયા માં બેફામ છે દોસ્તો...
એ જ પાર થઈ શકયા દુનિયા નો દરિયો , આંખે જેની અશ્રુ નો મુકામ છે દોસ્તો ...
છે વ્હાલપના ઝરણા દિલમાં સલામત ,પણ
કંઠે ડૂમોને હોઠે લગામ છે દોસ્તો....
નાદાન લોક શેર,ગઝલ સમજ્યા જેને ,
હિસાબ જીવેલી ક્ષણનો તમામ છે દોસ્તો ...
ભાવ સીંચો તો શબ્દ જ ઈશ્વર છે દોસ્તો , બાકી
પાળેલા પોપટના મુખે પણ રામ છે દોસ્તો ...