આમ અચાનક આવી તું અમસ્તો વિવેક ના કર..
વરસ થોડો મન મૂકી સાવ આવો ગડબદાટ ના કર...
હું ક્યાં કહું છું કે સાબેલા ધારે તું આવે....
પણ સાવ અમસ્તો એકલો આમ તડફડાટ ના કર......
છે પ્રેમ ની છલકતી આ મોસમ પુર બહાર મા....
તું છાટી ટીપા એ સરોવર ને આમ બદનામ ના કર....
થઇ ઘનઘોર આમ આકાશ મા......
વળી પાછો પેલા સૂરજ ને બતાવવા ની કોશિશ ન કર...
જોઈ રહ્યા છે સઘળાં તારી રાહ.....
તું આમ હવે બહુ મોંઘો મેહમાન ન થા....
આમ અચાનક આવી તું અમસ્તો વિવેક ના કર..
વરસ થોડો મન મૂકી સાવ આવો ગડબદાટ ના કર