'ઍક તક'# 100WORDSSTORY
મારી ના કહેવા છતાં તે તેની ઝીદ પર કાયમ રહ્યો ત્યારે મને ખૂબ જ દુઃખ થયું તેનાં બોલાયેલા શબ્દોથી.મને વિશ્વાસ હતો કે તે બીજા જેવો ક્યારેય સાબીત નહીં થાય પણ આખરે તેણે પણ…
તેણે મારી મિત્રતા ઠુકરાવી દીધી.ભૂલ શું હતી મારી? એટલી જ કે મે તેનો પ્રેમ સ્વીકાર ન કર્યો..?? મે તેને કહ્યું,” તું ફરી આવીશ જ મને વિશ્વાસ છે.”
અને આજે તેને તેની ભૂલ સમજાય.સતત એક અઠવાડિયું તેણે મારી માફી માગી.પછી મે તેને તક આપવાનું વિચાર્યું. મારા નિયત સમયે મે તેને ફોન કરી તેની મિત્રતાને ફરી એક તક આપી.