'મંજુર છે'
ખાલીપો રાખી ને મરવુ નથી એના કરતા બધા યાદ રાખે એવી મોત મંજુર છે,
હાથ ફેલાવીને માંગવુ એના કરતા જે છે એમા સંતોષ કરવો મંજુર છે,
કોઇક ને કચડિ ને અરમાન પુરા કરવા એના કરતા અધુરા અરમાન મંજુર છે,
કોઇક ની ખુશી ને છીનવી ને પોતે ખુશ રહેવુ એના કરતા દુઃખ માં રહેવુ મંજુર છે,
ચારણ છુ કોઇક નુ ખરાબ કરવા કરતા ભલુ કરવુ એ મને મંજુર છે...
-deeps gadhavi