નિમેશ, નીત્યા અને....!
#100WORDSSTORY
'નિમેશ અને નીત્યા રોજ ગાંધીનગરથી અમદાવાદ અપ ડાઉન કરતાં હતા. સવારે ૭ની અને સાંજની ૫.૪૫ની એસ.ટી બસ તે વાતની સાક્ષી. સાંજે પાછાં ફરતી વખતે નીત્યાની કોલેજથી ઉપડતી બસ નિમેશની કોલેજ સુધી પહોંચે ત્યાં સુધી ભીડ ગમે તેટલી વધુ હોય પણ નીત્યાની સામેની સીટ પર તેની બેગ નિમેશ માટે જગ્યા રોકી રાખે. નિમેશ તેણીની આંખોને, સ્મિતને, ઉડતા ખુલ્લા વાળને જોયે રાખે અને બંને ઇશારાથી વાતો કરે રાખતાં..!! આજે તેઓ બંને ટ્રેનમાં છે, હનીમુન પર જઈ રહ્યાં છે, આજે પણ તેઓ ઇશારાથી જ વાતો કરે છે, એક બીજાને કહે છે “કુદરતે શબ્દો નથી આપ્યાં તો અફસોસ નથી તું છે સાથે એટલું બઉં છે.”