'હોસ્પિટલના I.C.U .માં, ૨૬ દિવસની દિવ્યના વાલ્વના ઓપેરશનની તૈયારી, ડૉ.કૌશલની પહેલી સર્જરી,વિશ્વાસ સાથે ઓપેરશન થિયેટરમાં પગ મૂકતાં,પરિવારની આંખો સાથે થયેલો એ અકબંધ વાર્તાલાપ,'આપણા દેશની એ ભાવિ વીરાંગનાને આજે બચાવી લ્યો,એના હૃદયમાંની ખામીને દૂર કરી પરિવારની મુસ્કાન પછી લાવી દો, આપણા દેશને આવી જ એક 'વીરાંગના' જોઈએ છે જે જન્મતાની સાથે જ હાલક-ડોલક જીંદગી સામે હસતા મોઢે લડી રહી છે.'વિશ્વાસ, હિમ્મત ને આંખોનો વાર્તાલાપ થોડા જ કલાકોમાં સફળતાની પહેલી સીડી પર દસ્તક, દરવાજો ખોલીને બહાર આવતા ડૉ. કૌશલની આંખોનો પરિવાર સાથે ફરી મેળાપ અને ચહેરા પર એક મીઠી મુસ્કાન, આંખોને ફરી વાચા ફૂટી,'ભાવિ ડૉ. દિવ્યા બિલકુલ તૈયાર છે મેદાનમાં ઉતરવા માટે.'