આંખમાં આંખ મળાવતી જા
શ્વાસમાં શ્વાસ ભળાવતી જા
મળે તુજ હૈયાથી,, મારુ હૈયું
તારી બાથમાં મને સમાવતી જા
થાય શુષ્ક હોઠ મારા ય ભીનાં
તું હોઠ પર હોઠ બીડાવતી જા
મુજ કણે કણમાં,, વ્યાપ તારો
તું હવાને માદક બનાવતી જા
છે તરસ મુજ મહી અમાપ જો
બની મેઘ તું મને ભીંજવતી જા