Gujarati Quote in Quotes by Kamlesh

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

     હવે આ નવરાશને ક્યાં દૂર કરશું???

      એકધારી પ્રવૃતિ અને એકજ પ્રકારનું કામ કરતાં લોકોનું મગજ સતેજ હોતું નથી કારણ કે એકધારા અને કોઠે પડી ગયેલા કાર્યો કરવામાં મગજની ખાસ કોઈ ભૂમિકા હોતી નથી. નવી કળા કે પ્રવૃતિ શીખતા રહેવાથી ન્યૂરોન્સ(સેલ્સ) વચ્ચે સંદેશાની આપ લે વધતી જાય છે. સામાન્ય કરતાં મગજ કસાઈ તેવી પ્રવૃતિઓ કરવાથી મગજને વધુ લાભ થાય છે. સામાજિક સંબંધોથી,કસરતથી,મ્યુજિક,ડાન્સિંગ,પેઇન્ટિંગ વિગેરે શીખવાથી મગજ યાદશક્તિવાળું,તેજ બને છે અને સતત કામ કરતું રહે છે. આથી મગજના બંન્ને ભાગો વચ્ચે જેમ આપ લે વધે તેમ વ્યક્તિ બુદ્ધિશાળી થતો જાય છે. જીનીયસ વ્યક્તિઓનો દાખલો પૂરતો છે. આ દાખલો સમજવા માટે પુરુષ કરતાં સ્ત્રીઑ મલ્ટીટાસ્કીંગ એક્ટિવીટીમાં વધુ સફળ સાબિત થતી હોય છે કારણ કે તેમના મગજના બંન્ને વિભાગો વચ્ચે ‘વાટકી વ્યવહાર’ વધુ થાય છે!

                 આપણે જેટલી રચનાત્મક પ્રવૃતિઓ કરીશું એટલું મગજ મજબૂત ,કાર્યરત અને જીવંત રહેશે અને એની અસર શારીરિક પણ હકારાત્મક પડશે. સાબુ જેટલો ઘસીએ એટલું ફીણ થાય એમ બુદ્ધિ જેટલી વાપરીએ એટલી તીક્ષ્ણ થાય. બુદ્ધિ કુદરતની આપેલી એવી અમૂલ્ય મૂડી છે જેને જેટલી વધુ વાપરીએ એટલી વધે.  જેથી મોટી ઉંમરે ભૂલવાની બીમારી, ગાંડપણ,માનસિક બીમારીઓ,ન્યૂરો ડિસઓર્ડર જેવી બીમારીઓ થશે નહીં. જેની પાસે જીવંત મગજ અને સ્ફુર્તિલું  રોગમુક્ત શરીર છે એ દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે.

શબ્દ અને વિચાર …..
નિતુનિતા …..

Gujarati Quotes by Kamlesh : 111023216
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now