ધારા, યશ લગ્નતિથિ અર્થે ડીનર માટે બહાર આવ્યા. ધારાનાં ચહેરા પર ખુશીનો સ્પાર્ક મીણબત્તીની રોશની આછી કરવા સમર્થ હતો. Hi, યશ.!કોઈ મધુર અવાજે મધુર સાંજની મજા બગાડી.!ઓહ Hi.!રૂત્વા તું અહિયાં.?તે જ ક્ષણે ધારાની આંખનાં ખૂણા ભીના થયા.સમાજ એક નહિ જ થવા દે એ અર્થે વડીલોની ખુશીમાં ૩ વર્ષ પૂર્વે રૂત્વા,યશ ખુશીથી અલગ થયા હતા.લગ્ન પહેલાં તમે જેનાં વિશે કન્ફેસ કર્યું હતું તે આ? યશએ તેણીના ગાલ પર હાથ ફેરવી, આંસુ લુછી સ્માઈલ આપી,હાં કહ્યું. તેણીએ યશના હાથે ચૂમી ભરી ને વિશ્વાસની મીણબત્તી પ્રગટી.#100WORDSSTORY