રૂત્વા, રોહિતનાં અરેન્જ મેરેજ થયા. રોહિતની જોબને લીધે લગ્ન પછીનાં બે દિવસમાં તેઓ સ્વતંત્ર રહેવા લાગ્યા. સવારમાં રૂત્વા રોહિત માટે પહેલીવાર ટિફિન બનાવી રહી હતી પણ તેની નર્વસનેસ તેના ચહેરા પર દેખાઈ રહી હતી. સાંજે ઘરે આવીને રોહિત શું કહેશે ? ગુસ્સે નહિ થાય ને? એ ચિંતા તેને સતત સતાવતી હતી. રૂત્વા શું તે તારા જીવનમાં પહેલીવાર રોટલી-શાક બનાવ્યું? નિખાલસતાથી તેણીએ હાં કીધું. સરસ હતું.રોજે બનાવી દેજે. એ બળેલી રોટલી અને દાઝેલાં શાક થકી રોહિત અને રૂત્વાનાં જીવનમાં પહેલો પ્રેમનો ઉભરો આવ્યો. #100WORDSSTORY