હે ભોળા તારો ભંડાર અખૂટ છે, જાણું છું.
પણ જ્યારે તું મારી પાસેથી કંઇ લઇ લે છે ને,
ત્યારે હું ખુશીથી નાચું છું...
એ વિચારીને કે તને આ દુનિયામાં
મારાથી અમીર બીજું કોઇ ના મળ્યું...
ચાલ એ વાત પર એક શાયરી થઇ જાય...
'મારી પ્રિત ઝૂંટવીને તેં તારી,
ગરીબાઈ દૂર કરી લીધી...
પરંતુ જો મારી હૈસિયત પણ ભોળા,
મેં તારી આ બેરુખીને મારી
અમીરાતમાં ખપાવી લીધી...'
(આખરે છું તો તારો જ ભગતને... તેરા તુઝકો અર્પણ...)