હું.... હું વાસ્તવમાં કાંઈ નથી
રસ્તે પડેલો પથ્થર છું
શ્રધ્ધા થી એને પુજો તો તે પથ્થર માં પણ ઈશ્વર છે.
હું.... હું વાસ્તવમાં કાંઈ નથી
પાનખર નો એક પાન છું
પાનખર ને જો સમજી શકે,
તો પાનખર પછી ની વસંત છું
હું.... હું વાસ્તવમાં કાંઈ નથી
ઘોર અમાસની રાત છું
આગિયારી બનીને નિહાળી શકે
તો પુનમ નો ખીલેલો ચાંદ છું
હું.... હું વાસ્તવમાં કાંઈ નથી
એક ચાલતો મુસાફિર છું
સાથ જો તુું આપી શકેે,
તો જીવનભર નો સંગાથી છું
હું વાસ્તવમાં કાંઈ નથી........