કોઇ ના વિચારો ન કરવાના પ્રયત્નો માં
એના વિચારો વધુ તીવ્રતા થી આવે છે.
કોઈ ને ભૂલવાના પ્રયત્નો માં
એની યાદ વધુ તીવ્રતા થી આવે છે.
કોઈ ની રાહ ન જોવાના પ્રયત્નો માં
એની રાહ વધુ તીવ્રતા થી જોવાય છે.
કોઈ ને દુઃખી ન કરવાના પ્રયત્નો માં
એને જ વધુ દુઃખી કરાય છે.
આ જિંદગી માં લાગણીશૂન્ય થવાના પ્રયત્નો માં
વધુ લાગણીશીલ થઈ જવાય છે.....