ક્યારેક ખુશી ના આવેગ માં વહેતું આંસુ
ક્યારેક દુઃખ ના વાદળ માંથી વરસતું આંસુ
ક્યારેક સામે વાળા ને પોતાની જાળ માં ફસાવતુ આંસુ
ક્યારેક પસ્તાવા ના ઝરણાં માંથી વહેતું આંસુ
ક્યારેક ક્ષમા માગતું શુદ્વ નિમૅળ આંસુ
ક્યારેક હાસ્ય ના અતિરેક માં વરસતું આંસુ
છે તો બસ ખારું પાણી પણ વ્યક્ત કરે છે
માનવ મન ના વિવિધ ભાવો આંસુ....