રડ્યા ની અધુરી ઈચ્છા
કોને કહી કહાડું
વગર કહ્યા કીધા ના કોરા પત્તા
કઈ કલમ થી આજે હું કોતરું...
કોરા જીવનના કોરા પત્તા
ના લખાય ના ભૂંસાય
કાગળની સ્યાહી ને જીવનની સ્યાહી
કયારેય એક ના થાય....
લખાય છે પત્તા કોરા કયારેક
પીળા લીલા વાદળી સ્યાહી થી
આમ તો ઘણા રંગ છે રંગીલા
પણ લાલ છે પ્રેમ નો રંગ એક...
જેમ પત્તા નો રંગ સફેદ
તેમ જીવનનો રંગ પણ સફેદ
જીવનની રેખાના આ કોરા પત્તા
જે કયારેય ના બદલાય...