MONSOON SPECIAL....
વર્ષા કેરું એક જળબિંદુ,
ગલગલીયા કરતું, ખજન
ખંજન ખીલવતું,
એના વાંસા પર ઠર્યું,
કેવું અનેરું સુુુખ એને મળ્યું??
આ જોઈ મન મારું ઈર્ષાળુ બન્યુ,
એને હડસેલી ને મેં ટેરવું મૂકયું,
ને મેં જ્યાં ટેરવું મુક્યું,
પલટયું એણે મુુુખ ગંભીર ને ધીરૂ,
હવે શું હશે વચન એના? મન મારૂ ડર્યું.
પણ એના વદને તો સ્મિત જળહયું,
ઉમર જેટલા ગયા ચોમાસા, પણ એવું ફરી ન મળ્યું.....