હું કયાં કહું છું આપને, હા હોવી જોઇએ
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
પુરતો નથી નસીબ નો આનંંદ ઓ ખુુુુદા
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ.
મે એનો પ્રેમ ચાહ્યો બહું સાદી રીત થી
નોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.
પૃથ્વી ની આ વિશાળતા અમથી નથી મરીઝ
એના મિલન ની કયાંક જગ્યા હોવી જોઈએ.
હું કયાં કહું છું આપને, હા હોવી જોઇએ
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.