Sanju.....
160 મિનિટની ફિલ્મ 'સંજુ' જોયા બાદ તમારા બે સૌથી મહત્વના કારણ છે રણબીર કપૂરની દમદાર એક્ટિંગ અને સંજય દત્તની કોન્ટ્રોવર્શિયલ લાઇફ. સંજુની રિલીઝ થયા પહેલા જ રણબીરે કહ્યું હતું- સંજુનું કોઇ મહિમામંડન નથી, તે વ્યક્તિની ભૂલોને બતાવનારી ફિલ્મ છે. શરૂઆત દરમિયાન જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ કે આ ફિલ્મ સંજયની લાઇફની અડધી હકીકત છે અને અડધો મસાલો છે. ફિલ્મમાં મનોરંજન અને દર્શકોની જરૂર અનુસાર રોલ અને તેમના નામ બદલી દેવામાં આવ્યા છે. ઇન્ટરવલ પહેલા સુધી સંજયના નશાની વાર્તા બતાવવામાં આવી છે. ઇન્ટરવલ બાદ સંજયની પુરી જેલ યાત્રા બતાવવામાં આવી છે.
ઇન્ટરવલ સુધી ખરાબ ટેવની વાર્તા:
- ફિલ્મની શરૂઆત સંજયની બાયોગ્રાફી ધરાવતા સીનથી થાય છે, માટે તે બાયોગ્રાફર અનુષ્કા શર્માને લંડનથી બોલાવે છે. અહીંથી વાર્તા ફ્લેશબેકમાં જાય છે.
- સૌથી પહેલા જીવનનો તે પડાવ આવે છે જ્યારે નિરાશ સંજુ ડ્રગ એડિક્ટ બની જાય છએ. ડ્રગ્સ અને ગર્લફ્રેન્ડનો નશો લાંબો ચાલે છે. માતા નરગિસના મોત બાદ ઇમોશનલી તૂટેલો સંજુ એક બાદ એક ખોટુ કામ કરતો જાય છે.
- ઇન્ટરવલ સુધી સંજુના જીવનનો તે હિસ્સો બતાવવામાં આવ્યો છે જેમાં તેની ઇમેજ એક બગડેલા પુત્રની છે જે મીડિયાથી નારાજ છે.
ઇન્ટરવલ બાદ જેલ યાત્રા:
-બાબરી મસ્જીદને તોડવાના સીનથી અડધી વાર્તા શરૂ થાય છે. મુંબઇ બ્લાસ્ટ અને એકે 56 ધરાવતા કેસ બાદ લોકો અને મીડિયાએ તેને આતંકવાદી કહેવાનું શરૂ કરી દીધુ હતું. આ બધાથી હતાશ સંજુ જીવનને પૂર્ણ કરવાનો રસ્તો પસંદ કરવા આગળ વધે છે.
- સ્ટારડમમાં શાહરૂખ-આમિરનો દબદબો વધે છે અને સંજુ ફિલ્મ માટે તરસે છે. મીડિયા આગમાં ઘી નાખવાનું કામ કરે છે. હતાશા વધી જાય છે. જેલ અને બેલમાં ઉલજેલા સંજુના મુન્નાભાઇ અવતારથી કેટલાક દિવસ સારા આવે છે.......
Perfect movie......