યાદ છે તમને?
આપણી પહેલી મુલાકાત
શુ જોયું તુ તમે?
શુ જોયુ તુ મે?
આ ચહેરો...
કે પછી કઈક વધારે?!
મને યાદ છે આપણે સાથે વિતાવેલ એ સમય...
તમને સાભળ્યા...
મને લાગ્યું કે જીવી શકીશ તમારી સાથે..
સુખી ના થઉ તો કંઈ નહીં,
એક બીજા ના દુઃખો સરખા,
દુઃખો તો વહેચી શકીશું.
અને આજે વર્ષો વીતી ગયા એ વાત ને,
આજે પણ તમારો પહેલો સ્પર્શ, પહેલી નજર,
મને રોમાંચિત કરે છે...
ઘણી પળો જીવન માં ગુમાવી છે.
ચાલ સાથે પાછા જીવી લઇએ,
કદાચ સમય ને પાછો લઇ જઇ શકીએ.
જે પળો નથી માણી શક્યા...
તેને માણી લઇએ.
શું છે આ જીવન?
તારો મારો સાથ..?
થોડાક રીસામણા,થોડાક મનામણા,
થોડી ફરિયાદો...?
આ જ રહી ગયું જીવન?
શું ખુટ્યુ આપણા વચ્ચે?
વિશ્વાસ..?પ્રેમ..? કે અહંમ..?
માલિકી નો ભાવ?
હું આજ પણ એ જ છું જે ત્યારે હતી..
તારી પ્રથમ મિત્ર, પ્રેમિકા,તારી જ સંગિની...
તુ ક્યાં છે?....