વીર
નયન ના નેણ થી વહે છે નીર,. તું ક્યાં છો ઓ મારા વ્હાલા વીર, હૈયા ના હેત થી રાખું છું આશ,. તું ક્યારેક તો આવીશ અમ પાસ, વાર ત્યોહાર ની અહીંયા છે ધુમ, એમાં છે ક્યાંક તારો ચહેરો ગુમ, રક્ષાબંધન અને પસલીમાં આવે યાદ, ત્યારે તો કરૂ છું મીઠો સાદ, માતાપિતા ના લાડકવાયા લાલ, તારી બેની ઝુલાવે હીંચકે તું હાલ, 'રિદ્ધિ'ની એક અરજ પ્રભુ પાસ,
પુરી કરે મારા વ્હાલા વીરા ના મન ની આશ.........