શબ્દો ટળવળે છે તારાં વિશે,
તારાં માટે લખવા,
અક્ષરો પણ ઉતાવળા બઉ થાય છે,
પણ દિલની કલમ ક્યાંક મુંઝાય છે,
જેટલું લખાય છે એટલું જ અંદરોઅંદર
સળગાય છે,
વિચારું જરાક ને વિચારોનાં વમળોમાં
ખેંચાતો ચાલ્યો જાઉં,
ધસમસતો લાગણીઓનો પ્રવાહ
મિલોનાં મિલ ફગોળતો જાય,
જરાય જોર ચાલે નહી,
એનાં વહેણમાં જ વહેતો જાઉં,
તું નથી તો તારાં વિચારો,
હાજરી નહીં તો યાદો,
છૂટવા ચાહું પણ છૂટું કેમ,
માન્યામાં તો ન આવે પણ માનવું પડે,
કે કોઈકની નજરો કેદ તો આમ પણ કરી શકે છે,
'ઉડતું પંખી પણ પિંજરમાં કેદ મન'.