પતિ - પત્નીનો સંબંધ
કાલે હું ફરી તને પ્રેમ કરી બેઠી..... ગુસ્સો તો ખૂબ જ હતો.તારી પર મારી એક પણ વાત કે વિચાર તને ગમતા જ ન હતા. મારા દરેક સ્વપ્ન મેં તારા સાથે જોયેલા પણ..... તું એકલવાયો જ રહેવા મથે......
સવારે સાંજે બસ એક જ વાત જમવાનું સરખુ નથી બનાવતી સાદુ બનાવ જમવાનું...સાદું બનાવું તો કેતો કે એકનું એક બનાવે છે.... ટેસ્ટી બનાવું તો કે ,તો કે આવું મને ના ભાવે રોજ ના કંકાસ થી બહુ જ કંટાળી ગઈ હતી હું ....
આજે તો હદ જ આવી ગઈ.... તું સવારે ઝઘડી ચાલ્યો ગયો..... મને એક વાર પણ ના કહ્યું કે ક્યાં જાય છે.....
બપોરે તારા ઘણાં બધા મેસેજ આવ્યા એમાં તે લખેલું.....' જાન મને માફ કરી દે તું કહીશ તો સાંજે ઘરે આવી હું તારા પગે પડી માફી માંગી લઈશ....મને આજે પતિ - પત્ની નો સંબંધ સમજાયો.... છે..... મારૂ વર્તન હું સુધારીશ ...ક્યારેય કોઈની સામે તને ઉતારી નઈ પાડુ.... તું જમવાનું સારૂ જ બનાવે છે ... પણ મને આદત છે ભૂલો કાઢવાની..... હું આજથી ગાળો પણ નઈ બોલું..... અને આટલી વાર માફ કરી દે મને..... તને એવું લાગે કે હું જુઠ્ઠુ બોલું છું તો એક અઠવાડીયા પછી માફ કરજે મારૂ વર્તન બદલાયેલું લાગે તો....... Miss u i love u janu.....
( પતિ સવારે..... એના એક મિત્રના ... અચાનક છૂટાછેડા... થવાના હતા. એની સાથે ... એની પત્નીને ત્યાં ગયા હતા. મિત્ર અને એની બેન બન્ને સામા સામે પરણેલા એટલે બન્ને ના છૂટાછેટા થવાના હતા...આ દ્રશ્ય ત્યાંનું વાતાવરણ જોઈ સંબંધનું મહત્વ એ સમજ્યા......)
એક છૂટાછેડા જીંદગીના ઘણાં છેડા છૂટા કરી નાખે છે.......