Gujarati Quote in Shayri by Irfan Juneja

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દોમાં રમતા તાં આપણે,
       શબ્દોમાં ગમતા તાં આપણે,


શબ્દો છોડી ચાલી ગઈ તું,
       જે શબ્દોમાં કદી હસતા તાં આપણે,


શબ્દોમાં ભાવ પ્રગટાવ્યા તાં આપણે,
       શબ્દોમાં એક થયા તાં આપણે,


શબ્દો છોડી ચાલી ગઈ તું,
        જે શબ્દોમાં કદી સપના સજાવ્યાં તાં આપણે,


શબ્દોમાં શરમાતા તાં આપણે,
        શબ્દોમાં ગુસ્સે થતા તાં આપણે,


શબ્દો છોડી ચાલી ગઈ તું,
        જે શબ્દોમાં કદી એકબીજાને મનાવતા તાં આપણે..


--
ઈરફાન જુણેજા

Gujarati Shayri by Irfan Juneja : 111022176
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now