પ્રેમ.....
● પ્રેમ એટલે.....
શરીર વિનાંના એક જ આત્મા નું મિલન.
● પ્રેમ એટલે.....
તે હાજર ન હોવા છતાંય તેની વર્તાતી હાજરી.
● પ્રેમ એટલે.....
એકબીજાની આંખ માં આંખ પરોવીને થતી વગર શબ્દ ની વાતો.
● પ્રેમ એટલે.....
ભાન હોવાં છતાંય ખુલ્લી આંખે આવતી બેભાન અવસ્થા.
● પ્રેમ એટલે.....
વગર કારણે વારંવાર છત પર જવાનો અનંત ઉત્સાહ.
● પ્રેમ એટલે.....
ઓઢી ઓઢણી ને આવતા વિચારો થી પડખું ફેરવતી તે ઊંઘ.
● પ્રેમ એટલે.....
તેની ગેરહાજરી વર્તાતા, ભરચક્ક શેરી માનું ખાલીપણુ.
● પ્રેમ એટલે.....
વગર વાતે તેને હસાડી ને તેનું હસતું મુખ જોવાની ટેવ.
● પ્રેમ એટલે.....
જયાં વાસના ની ગેરહાજરી ને નિસ્વાર્થ અનંત આનંદ.
● પ્રેમ એટલે.....
વગર કિધે તેનાં દુ:ખ માં ભીંજાઈ ગયેલી પાંપણો.
~ જીવાત્મા