તને ચાહવાનું કોઈ ખાસ કારણ નથી,
પણ મારુ દિલ તો માનતું જ નથી .
મનમાં ઊંડો એવો કોઈ રાઝ નથી ,
તોય મનની શાંતિનો કોઈ સાથ નથી .
જો સમજ મારી ખોટી નથી ,
તો તનેય મારા વગર ચેન નથી .
વિચારો ની સામ્યતા કઈ ઓછી નથી ,
તોય આપણા મળવાની વાત તારી સુધી પહોંચી નથી .
તને ભૂલવાનો પાઠ તો શીખી જ નથી ,
એટલે જ અભણ ની ચિઠ્ઠી છૂટતી નથી .
હજી પણ આપણા મળવાની ઘડી આવી નથી ,
એટલે જ કદાચ મોત ની તાળી મળતી નથી .