એક વાર ફરી તારો હાથ પકડી ચાલવું છે..... મારે
એ નિસ્વાર્થ પ્રેમમાં ફરી ફરી પડવું છે....... મારે
તારામાં રહેલ પ્રેમ ને ફરી શોધવો છે........ મારે
વરસાદમાં તારી સાથે હોળી ફરી તરતી મૂકવી છે..... મારે
હું બોલ્યા કરૂને તું સાંભળ્યા કરે એ રીત બદલવી છે..... મારે
કયારેક દિલ ખોલી તું પણ વાત કરે બસ એની રાહ જોવી છે...... મારે