અછાંદસ....
'ભૂતકાળ'
બારીમાંથી દેખાતા,
ઉડાઉડ કરતા પતંગિયા ની જેમ,
મારુ મન,
ઘૂમ્યા કરે છે અહીં-તહી,
અને
કોઈ અદ્રશ્ય સાંકળો થી,
બંધાય ગયા છે મારા હાથ-પગ,
ખુલ્લું બારણું છતાંયે,
ભરી નથી શકાતું પગલું,
બ્હાર ની દુનિયા મને બોલાવે છે.
છૂટવા મથું છું,
એ ભૂતકાળથી જે પાછળ-પાછળ આવે છે
પડછાયાની જેમ.
પાનાઓ ફાડી નાંખ્યા ડાયરી
ને તે છતાંયે
નાની-મોટી ઘટનાઓ, યાદો, પ્રસંગો નષ્ટ નથી થતા
જીવન માંથી,
હજુ સવાર પડી ત્યાં,
ઘેરી લીધો છે મને કંઈ કેટલાય દિવસોએ