Gujarati Quote in Shayri by Nilesh Limbola

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકલતા (અછાંદસ)

હું બધું છોડીને ચાલ્યો જઈશ,
ઉછળતા મોજા,દરિયા કિનારો,ઢળતી સાંજ અને ભીની રેતીમાં પડેલી મારા પગલાં ની છાપ,
આવનારા સમયમાં ઘટવાની આ ઘટનાને
તું સ્વીકારી લે હમણાંજ, અત્યારેજ, આ ક્ષણેજ,
તારી પાસે રહી જવાની છે ફક્ત તારી એકલતા,
એમાં વીતેલા સમયની ઘટનાઓ તને ઘેરી વળશે,
ચોમાસુ બેસી જશે અને તું પલળી જઈશ,
ટાઢીબોળ ઠંડી અને ધોમધખતા તડકાય તને નહીં છોડે,
હું નહીં હોઉં
તારી પાસે હશે વીતેલાં દિવસોની સુગંધ,
અને છૂટી ગયેલા સંબંધ ની યાદો.
હું ચાલ્યો જઈશ 
એ બધું છોડીને તારી પાસે.
અને તારી પાસે હશે માત્ર એકલતા એકલતા અને એકલતા.......


-    નિલેશ લીંબોલા

Gujarati Shayri by Nilesh Limbola : 111021460
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now