Gujarati Quote in Shayri by Raj Brahmbhatt

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાના બાળ પર છે ભણતર નો ભાર !


            આખરે કોણ છે કસૂરવાર !


કંટાળો આવે ને ટીવી જોવું તો,


            તો મમ્મી લડેે વારંવાર....


કહુું છું, બસ જોવા દે થોડી વાર, 


            ત્યા તો મમ્મી વરસાવે માર


સાંંજ પડે એટલે પપ્પા આવેે,
    
           પૂૂૂછે સવાલ લગાતાર ! 


એક પછી બીજું ને એનાય પછી ત્રીજું, 


        એમ ચાલે ટ્યુશન ની ભરમાર. 


કેમ સમજાવું મમ્મી- પપ્પા ને,


        મારે જોઈએ છે તમારો પ્યાર 


        એક નહી સો વાર....


આવી જાય સરપ્રરાઈઝ ટેસ્ટ, 


         પ્રાઈઝ ન આવે એકેય વાર,


ચિંતા, હતાશા ને નિરાશા, 


         બાળપણ બન્યુ મારું બેકાર 


વાંંચવા ને લખવા કરું ઉજાગરા 


         તોયે રીઝલ્ટ માં ન આવે ભલીવાર....


સતત લડતાં મમ્મી પપ્પા ને,
 
         આપું છું એક લલકાર,


વાંંચી મારી ચોપડી ને ,


         પાસ થઈ બતાવો એક વાર !


ઈતિહાસ, ભૂગોળ છોડી નેે મને,


         કોઈ તો કરો ભવિષ્ય માટે તૈયાર. 


                         ~ પરીક્ષિત જોબનપુત્રા
 

Gujarati Shayri by Raj Brahmbhatt : 111021409
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now