લાગણી થી જોડાય જાઉં છું - હા હું માણસ છું.
પ્રેમ મા ભીંજાઈ જાઉં છું - હા હું માણસ છું.
સ્નેહ મા સમાઈ જાઉં છું - હા હું માણસ છું.
કોઈ સાથે જોડાઈ જાઉં છું - હા હું માણસ છું.
અને કોઈ થી રિસાઈ પણ જાઉં છું - હા હું માણસ છું.
કેહવા જાઉં મારા વિશે તો ખૂટે તેમ નથી....
તોય શબ્દો ને આકાર આપતો જાઉં છું - કારણ કે
'હું માણસ છું.'