હંમેશા પોતાના અંગત સાથે ના લાગણી ભર્યા સંબંધો રંગીન રાખવા,, વહેતુ રહેવાનું નદીની જેમ પ્રેમભર્યા સાનિધ્યમાં અવિરત વિકટ સ્થિતિ માં પણ,
ને ક્યારેક ઉછલકુદ પણ કરવાની એ લહેરાતા દરિયાની જેમ ગમા અણગમા રૂપી,
ને હમેશા એક રાહ જોવડાવતા સ્પંદનો ના વરસાદ રૂપે વરસવાનું તો ખરાજ ને સંવેદના રૂપી વહાલ થી ભીંજાવાનું
પણ સૂર્ય ના કિરણ ની જેમ રોજ એકબીજા ની આંખો નો વ્યવહાર તો થવો જોઈએ
ત્યારે જ એકબીજાને જચતા,રચતા,રંગતા, ને મનગમતાં રહી શકાય.
-Hina Modha.