પરદેશી વીરા હો....
' માનવ જાણે કે હું કરું અને કરતન દુજો કોઈ
અરે ધાર્યા અધવચ માં રહે મારો હરી કરે સો હોઈ '
' આ ચિઠ્ઠી ફાટશે ઉપર વાળા ની અને વેળા થશે જાવાની
ત્યારે સૌ કુટુંબ ભેગું મળી અને ચમચી પાણી પાવાની '
' લોટ પાણી નો લાડવો મુકશે ત્યારે જરૂર હશે નહીં ખાવાની
એ પાંચ પચીસ ભેગા મળી કરશે ઉતાવળ કાઢી જાવાની '
' લાકડા ભેગો બાળી દેશે અને ઉતાવળ હશે એને નાવાની
અરે હાડકા લઈ ને ચાલતો થાશે અને રાખ તારી ઉડી જાવાની '
' બાર દિવસ નો શોક પાળી અને આ દુનિયા મિષ્ટાન ખાવાની
અરે આતો બધી સ્વાર્થ ની સગી છે દુનિયા તને ઘડીકમાં ભુલી જાવાની '
અરે ઓ પરદેશી વીરા હો.....
~ જીવાત્મા