Gujarati Quote in Story by Mahendra Sharma

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.


'જો અતુલ, આ બેબી..બેબી કરીને મને નહીં બોલાવવાનું, હું તારી ગર્લફ્રેન્ડ નથી, આપણે બસ એક ઑફિસમાં જોડે કામ કરીએ છીએ,  અને મારા એંગેજમેન્ટ પણ થઈ ગયાં છે..' અનિતાએ અતુલને સ્પષ્ટ સંભળાવી દીધું.

'યાર અનુ, તું ગુસ્સે ના થઈશ. ખબર છે તારા એંગેજમેન્ટ થયા છે અઠવાડિયા પહેલાં. પણ આપણે તો દોઢ વરસથી અહીં સાથે કામ કરીએ છીએ, આપણે ફ્રેન્ડ્સ તો છીએ ને..' અતુલ અનિતાને શાંત પાડતાં બોલ્યો.

'એંગેજમેન્ટ પહેલાં ફ્રેન્ડશીપ ઠીક છે, પણ હવે નહીં. મારા ફિયાન્સને ખબર પડી જશે તો મારું આવી બનશે...' અનિતા ગભરાતા બોલી.

'કેમ એની કોઈ ફ્રેન્ડ... આઈ મીન ગર્લફ્રેન્ડ નથી? અને હોય તો એ લોકો છૂટા પડ્યા કે નહીં એ તને ખબર છે? કે પછી એનો ભાવ પૂછવાવાળી કોઈ મળી જ નથી?' અતુલનાં આવાજમાં કોઈકને ઉતારી પાડવાનો ભાવ હતો.

'અતુલ, હવે તું હદ વટાવી રહ્યો છે. અજય એક સી.એ. છે, ખૂબ જ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે અને સેવન ફિગર સેલરી મેળવે છે. એને લફરાં કરવાનો ટાઈમ નહીં જ મળતો હોય. પણ તારે શું? મારા એંગેજમેન્ટ થી તને બહુ લાગી આવ્યું લાગે છે....' અનિતા બોલી.

'અનુ, મેં કોઈ લફરાં કર્યા નથી ઓકે...' લાંબો શ્વાસ લઈને અતુલ હવે અનિતાનો હાથ પકડે છે, એની આંખોમાં આંખ મિલાવીને હળવેથી બોલે છે...
'અનુ, આઈ લવ યુ બેબી, હું જિંદગીની દરેક ખુશી તને આપીશ, શું તું મારી જોડે લગ્ન કરીશ?'

'નહીં, આ શક્ય નથી, અતુલ, હવે બહુ મોડું થઈ ગયું છે. હું ઘરે શું જવાબ આપીશ કે મારે એંગેજમેન્ટ તોડીને બીજાને પરણવું છે?' અનિતા હાથ છોડાવીને બોલી.

'કંઈ જ મોડું નથી થયું, મારી મમ્મીને તું ગમે છે. બસ તારે હિંમત દાખવીને અજયને ના પાડવી પડશે, બાકી બધું જ થઈ જશે.' અતુલ મક્કમ સ્વરમાં બોલ્યો.

'મારા મમ્મી ડેડી નહીં માને, અજય પપ્પાનાં ખાસ ફ્રેન્ડનો એકનો એક દીકરો છે, આ લગ્ન હવે થઈને જ રહેશે...' અનિતા આંખો નીચી કરીને બોલી.

'હવે છેલ્લી વખત પૂછું છું, તને મારી જોડે આવું છે કે પેલા સી.એ. અજય જોડે? મને ખબર નથી એ છોકરાની પણ મેં તને દિલોજાનથી પ્રેમ કર્યો છે, તારી જોડે રહેવાના સપના સેવ્યા છે. તને જોઉં એ દિવસે જીવ્યો અને નથી જોતો ત્યારે શ્વાસ પણ લેવાતો નથી. તું સ્માઈલ આપે એ દિવસે મેં લાખો રૂપિયાનું સેલિંગ કર્યું છે અને નહીં આપે એ દિવસે રૂપિયાનો ધંધો કંપનીને કરી નથી આપ્યો, તને પહેલીવાર બાઈક પર ઘરે મૂકવા આવ્યો ત્યારનો તારા પ્રેમમાં છું... બસ તને કહેતા અચકાતો હતો, અને અચાનક તું આ એંગેજમેન્ટના સમાચાર લાવી ત્યારે મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ, પણ આખી રાત મારી જાત સાથે લડાઈ લડીને હિંમત ભેગી કરી અને થયું જો હવે નહીં કહું તો બહુ મોડું થઈ જશે.....' અતુલ હવે ઇમોશનલ થઈ ગયો હતો અને અધીરો પણ.. અને એને હવે અનિતાનો જવાબ સાંભળવો હતો.

'અતુલ, હું તારા પ્રેમની કદર કરું છું, પણ મારું ફૅમિલી મારા માટે વધુ અગત્યનું છે, એટલે મને માફ કરજે, હું કદાચ તારા પ્રેમને લાયક નથી, આજે મેં રિઝાઇન મૂકી દીધું છે, કાલથી આપણે નહીં મળીએ....' અનિતા શાંત સ્વરે બોલી અને ત્યાંથી કંપનીના ગેટ તરફ નીકળી ગઈ.
...

'ટીનું, સવારે તે પિકનીકની ના પાડી અને હવે કહે છે તું આવીશ, હવે નવેસરથી બુકિંગ કરાવવું અને વધારે પૈસા આપવા પડશે. તું એકદમ તારી મમ્મી પર ગઈ છે, કોઈ ડિસિઝન લઈ જ નથી શકતી, આ તારો બાપો તો જબરો ફસાયો મા-દીકરી વચ્ચે.. સાલું હા અને નામાં ખર્ચો બહું થઈ જાય છે. .... અતુલ બનાવટી ગુસ્સામાં બોલ્યો...

'એ આઘો રે, હું માની ના હોત તો અત્યારે તું.. ચલ રહેવા દે, પણ મને છે તારી ઓનેસ્ટી ગમી, તારો એકરાર, મારા માટે બેહદ પ્રેમ અને એ પ્રેમ માટે કોઈ પણ હદ વટાવી દેવાની તૈયારી.... એટલેજ જ્યારે રાતે 2 વાગ્યા સુધી હું મારી જાતને તારાથી અલગ કરી શકી નહીં એટલે તને મૅસેજ કર્યો... આઈ લવ યુ....' અનીતા એ દિવસ યાદ કરતાં બોલી...

'હા અને સવારે આપણે ભાગી છૂટ્યા ગયા...' પછી અતુલ અને અનીતા ખૂબ હસ્યા.
- મહેન્દ્ર 'પ્રેમી'

Gujarati Story by Mahendra Sharma : 111020928
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now