Gujarati Quote in Blog by Mahendra Sharma

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે મારી કોમેન્ટ્રી...

વિદેશમાં એટલે મૂળ પશ્ચમી દેશોમાં રહેતા લોકો કિશોર અવસ્થામાં આવતાં જ સ્વનિર્ભર થવાનું વિચારે, ઘર છોડીને બીજે રહેવા જાય અને પોતાનાં ખર્ચેજ પોતાનું ભરણ પોષણ કરે.

એવી પરિસ્થતીમાં માતાપિતાથી ઘણું દૂર જવાનો વારો પણ આવે અને એમને મળવાના ઓછા અવસર મળે.
એટલે એમણે અમુક દિવસો નક્કી કર્યા જ્યારે માતાપિતાને મળીને અથવા સમ્પર્ક કરીને આભાર માની શકાય. ફાદર્સ ડે, મદર્સ ડે, થેન્ક્સ ગિવિંગ ડે એમાંના એક છે. 

આપણે ત્યાં એટલે મૂળ એશિયા અને એમાં પણ ભારત ઉપખન્ડનાં દેશોમાં કિશોર અવસ્થાએ ઘર ભાગ્યેજ છૂટે.

અહીં હોસ્ટેલ જવું એટલે ઘર છોડવું એવું નથી, હોસ્ટેલની ફીસ તો માતાપિતા જ ભરતા હોય છે. અહીં છોકરાઓ વધુ નહીં તો લગ્ન થાય ત્યાં સૂધી માતાપિતા સાથે કે એમની ઉપર જ ડિપેન્ડ હોય છે.એટલે અહીં પશ્ચમી તહેવારોનું મહત્વ રહેતું નથી. 

આપણે ત્યાં ઔપચારિક આભાર માનવામાં નથી આવતું, આપણે ભાગ્યેજ થેન્ક યુ કે સોરી શબ્દોનો પ્રયોગ કરીએ છીએ, પણ આપણે વાતવાતમાં ભેટવું, પીઠ ઠપકારવી, માથે હાથ ફેરવવું, પગે લાગીને આશિર્વાદ લેવા, હર્ષનાં આંસુ અને એવું ઘણું બધું કરીને સાંકેતિક રીતે થેંક્યું કે સોરી કહેતા હોઈએ છીએ.

અહીં વાત સારા કે ખરાબની નથી, વાત છે પ્રસ્તુતિ અને સામાજિક રચનાની, જે આપણે આપણી આવતી પેઢીને આપવાની છે.... અસ્તુ....

Gujarati Blog by Mahendra Sharma : 111020543
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now