કામ કરતાં કરતાં મને અહીં નામ મળે છે,
અનુભવની સાથે-સાથે બરાબર દામ મળે છે.
રાત,દિવસ અહીં તો દોસ્તીનો જામ મળે છે,
ખબર નો'તી પીધા પછી આવો અંજામ મળે છે.
અહીંથી જવાની ઇચ્છા કેમ થાય લોકોને,
આ એકાંતમાં મને મારા જેવા જ મળે છે.
પ્રણયની વાત તો કરશો જ ના મારી સામે,
અમારા જેવાં પથ્થરને ક્યાં ગુલાબ મળે છે !
જરૂરી નથી કે 'મરીઝ'ને વાંચ્યો તો શેર સૂઝયા,
'ઔદેસી' મારામાં પણ આ કલા ઝળહળે છે.