સમજ મારી ખોટી હતી કે પ્રેમ તમારો સાચો હતો ,
કોણ જાણે કેમ પણ મારો પ્રેમ તો સસ્તો નહોતો ,
રાત એ અંધારી હતી કે ચાંદ ને વાદળ નો પડછાયો હતો ,
કોણ જાણે કેમ પણ મારો તમને ખોવા નો કોઈ ઈરાદો નહોતો ,
નસીબ નો વાંક હતો કે સમય નો અભાવ હતો ,
કોણ જાણે કેમ પણ તમને મળવાનો કોઈ લ્હાવો નહોતો ,
ભૂલી ને રડવું કે રડી ને ભૂલવું એક મોટો પ્રશ્નાર્થ હતો,
કોણ જાણે કેમ પણ હવે આપણા સાથ નો વધારે વ્યાપ નહોતો.