*ખુદની સાથે મળવાનું રહી ગયું,*
*ભીતર તરફ વળવાનું રહી ગયું !*
*ટીકા કરતા રહ્યા હંમેશા અન્યની,*
*અને ખુદને પરખવાનું રહી ગયું !*
*દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યા સદા,*
*નિકટના સાથે ભળવાનું રહી ગયું!*
*કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,*
*અને, ઈશ્વરને ઓળખવાનું રહી ગયું!*
*ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ,*
*અને પેલું સુખ ગણવાનું રહી ગયું !*
*બે થોથા ભણી લીધા ને હોંશિયાર થઇ ગયા,*
*પણ,* *જ્ઞાન સમજવાનું રહી ગયું !*
*ઝપાટાભેર વહી રહી આ જિંદગી*
*અને સાલું......*
*આ જીવવાનું તો રહી ગયું !!*
*જય મહાકાલ*