સફર whatsup ની..
'ઊડતી ઝુલ્ફો ને એની ખનકતી પાયલ..
પ્રથમ નજરે હું થઈ ગયો હતો ઘાયલ..'
'એની એક સખી જોડે થી એનો નમ્બર મળી ગયો..
મને તો જાણે કે મારા પ્રેમ નો પાસવર્ડ જડી ગયો..'
'જોઈ એનું D.P એને મેસજ કરવા મરતો હતો..
ખબર નહીં પણ હું એમ કરતાં વગર કારણે ડરતો હતો..'
'આખરે દોસ્તો એ પીવડાવી દીધાં બે ટીન બિયર નાં
થોડો પીતાં જ તોડી દીધાં મેં બારણાં ફિયર નાં..'
'રૂમ હતો લોક એટલે hi નો નાનકડો મેસેજ સેન્ડ થતાં સમય લાગ્યો..
પણ રાહ જોવાને બદલે હું સારાં નેટવર્ક ની લાલચે ધાબે ભાગ્યો..'
'સેન્ડ,ડિલિવર થી લઈને સીન સુધી મોબાઈલ હાથ માં પકડી લીધો.
સાચું કહું તો એનાં hi ના રીપ્લાય ની રાહે મને જાણે જકડી લીધો..'
'મારાં Hi પછી નો એનો બીજો મેસેજ who r u હતો...?
પોતાના ને તો how r u કહેવાય એવો રીપ્લાય મારો હતો..'
'આખરે મેં આપી મારી સાચી ઓળખાણ બીતાં બીતાં
એને પણ its ok કહ્યું ચા ની ચૂસકી પીતાં પીતાં'
'એનાં Gd mrng ના msg થી સવાર અને gd night ના msg થી પડતી મારી રાત
Is typing.. હંમેશા ચાલુ રહેતું ના ખતમ થતી ક્યારેય એની અલકમલકની વાત'
'ધીરે ધીરે મેસેજ થી અમે વિડીઓ કોલિંગ પર આવી ગયાં..
મિત્રો મને કહેતાં જતીન ભાઈ તમે તો જબરા ફાવી ગયાં'
'પછી તો મારાં DP અને status બસ એનાં માટે જ મુકતો..
સાથે સાથે એનાં એ દરેક status જોવાનું ક્યારેય નાં ચુકતો..'
'ડિજિટલ યુગ માં મારો પ્રેમ જોરદાર રીતે વધ્યો આગળ..
પ્રેમપત્રો લખી સેન્ડ કરતો એને એ પણ without કાગળ..'
'ઓફલાઇન હોય એ જ્યારે પળે પળે કરતો એને હું મિસ..
હવે તો મેરેજ કરીશું જલ્દી આપણે એને પણ આપ્યાં એવાં પ્રોમિસ.'
'અચાનક બની એક ઘટના અને સપનું મારું તૂટી ગયું..
ઓનલાઈન હમસફર મારું મારા થી કેમ છૂટી ગયું..'
'ઘર,કુટુંબ કે સમાજ નાં નામે એને કોઈક તો રહી હશે મજબૂરી..
બાકી મારાં by કહેતાં જે ઓફલાઈન થતી એ નાં બનાવે આમ દુરી'
'આજે તો એનાં વગર બેટરી અને નેટ બંને ફૂલ રહે છે..
દોસ્તો પણ મને હવે મને સાયબર લવ માં બત્તી ગુલ કહે છે..'
'સિસ્ટર ના મોબાઈલ માં એનો નમ્બર સેવ કરી એનું DP જોઈ લઉં છું..
બસ આમ જ ક્યારેક એની યાદ માં કોરી આંખે રડી લઉં છું..'
'એનાં લગ્ન થઈ ગયાં અને એ કોઈક બીજાની થઈ ગઈ..
પણ છતાં એ મારા wallpaper માં એની pic રહી ગઈ..'
'ચોવીસ કલાક જેને મારી સાથેની વાતો ઓછી પડતી એને મને કર્યો છે block..
હું પણ જાણું છું હું હતો,હું છું અને always હું રહીશ એનાં દિલ માં લોક..'
'બસ આ હતી મારી નાનકડી whatsup પર શરૂ થયેલ લવ સ્ટોરી..
તમને ગમી હોય તો thanks..અને ના ગમી હોય તો સૉરી..'
-જતીન પટેલ..(શિવાય)