હુ તો રહીશ,, તારી નજર માં..
પછી ભલે ને તુ નજરઅંદાજ કરે..
પણ, પ્રૅમ તો હુ તને જ કરીશ..
મારી બનાવેલી રાહ પર પણ,, હુ રાહ જોઇશ તારી..
પછી ભલે ને તારી રાહ મારાથી બિલકુલ અલગ હોય..
પણ, પ્રૅમ તો હુ તને જ કરીશ..
ઍક-ઍક શબ્દ માં તારુ નામ હશે..
પછી ભલે ને ઍ શબ્દો ને હંમેશ તારા હોઠો થી દૂર રાખીશ..
પણ,પ્રૅમ તો હુ તને જ કરીશ..
મારા દરેક શ્વાસ માં તારી સુગંધ રહેશે..
પછી તુ ભલે ને ગમે તેટલી દૂર રહીશ..
પણ,પ્રૅમ તો હુ તને જ કરીશ..
ધડકન માટે તારા દિલ નો સહારો લઇશ..
પછી ભલે ને તુ ઍ દિલ થી ખોવાયા કરીશ..
પણ ,પ્રૅમ તો હુ તને જ કરીશ..
✍ *સાથઁક* *પારેખ* (Sp)