Gujarati Quote in Story by Kamlesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભારતી ના મંચ પર,આ છે આપણી માનસિકતા...
જખ્મી દિલ શાયરોની મહેફિલ,એટલે આપણું માતૃભારતી...
પણ શું ખરેખર આ આશય છે માતૃભારતીનો???
ગઇકાલે મેં એક પોસ્ટ મૂકી હતી,
('મારા ઇશ્કની આ પરાકાષ્ઠા છે,
છું જમીન પર પણ દિલ 'આલિયા' પર છે...') 
હવે જૂઓ અર્થ નો અનર્થ...
'આલિયા' આ એક અરબી શબ્દ છે,
જેનો અર્થ થાય છે ' ખૂબ ઊંચું,ઉન્નતિ,ઊંચાઇ '.
એટલે કે મારી પોસ્ટ નો અર્થ હતો કે,
'જમીન પર રહીને પણ મારી નજર ઉન્નતિ પર છે.'
હવે આ પોસ્ટ સમજ્યાં વગર જ બધાંએ મળીને બિચારી 'આલિયા ભટ્ટ'ની હિચકીઓ શરુ કરાવી દીધી...
શું મિત્રો કોઇએ એવો પ્રયાસ પણ ના કર્યો કે આજ 'અનોખી પ્રિત' સિવાયની નવી પોસ્ટ આવી છે તો નક્કી કઇંક તો નવું હશે જ... કોઇ નહિં??? બધા લાગી ગયા 'કોણ છે? કેવી છે? ક્યાં છે? તમારી વાઇફ છે??? ગર્લફ્રેન્ડ છે???' હવે આનો ઉત્તર હું ક્યાંથી આપું યારો....??? 
જે આલિયા (ઉન્નતિ )પર બેઠાં છે એમણે પણ કદી આલિયાને (ઉન્નતિને) જોઈ નથી.. એ તો બસ એક એહસાસ છે... બસ દિલથી મહેસુસ કરો તો આલિયા તમારી બાંહોમાં છે નહિંતર તમારા સપનાંમાં પણ નથી...
અને હા જો 'આલિયા મારી વાઇફ હોય કે ગર્લફ્રેન્ડ હોય પણ મારી  સાથે હોય એટલું  બસ છે મને' ...

શું ખરેખર આ માનસિકતા આપણે બદલવા જેવી નથી??? અને રોજ કંઈક નવું શીખવાની માનસિકતા કેળવવી જરુરી નથી???

Gujarati Story by Kamlesh : 111018177
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now