ધીર વિનાના નિરની જેમ મન, ક્યા ક્યા તુ ફરી આવ્યો?
હસતા હસતા આવ્યો, તુ ડાફોડિયા ક્યા મારી આવ્યો?
જવાબ આપતા મને કહ્યુ, જ્યા બાકી હતી તારી વાતો..
ગમતી ન્હોતી તારી બેચૈની, હુ અમસ્તા વાગોળી આવ્યો..
ખુશ હતો એ દુનિયામાં , ત્યા ડોક્યુ કરતો આવ્યો...
તને મનાવવા આશિષ હું, 'કૃતિ'સાગર તરી આવ્યો...
ઠુઠવા મૂકીને રડ્યો તુ, નિહારી છે તારી વ્યથા
અસમંજસની તારી સ્થિતિ, હુ સંતાઇને જોઇ આવ્યો...
તુ રઝળતો રોકકળ કરતો, ડરપોક બનીને બેઠો
જાણુ છુ એના વિરહમાં ,પળે-પળ શ્વાસ તારો રુંધાયો...
આવવુ હશે તો એ આવશે જાતે, તુ શુ કામ છંછેડાયો...
આશ્ચર્યપામી ને સાંભળતો , વ્યાકુળતા મારા મનની
જવાબ આપતા હદય ધ્રુજ્યુ , મને છેતરી ને તુ ભાગ્યો
નાદાન છે ચંચળ છે મન, તુ ફોગત ધક્કો ખઇ આવ્યો
હદયમાં ધબકતા સંસ્મરણો , તુ શાને માણી આવ્યો
દિલ હતુ એની જ પાસે , હવે તુ પણ ત્યાં પરોવાયો મારુ પણ મારુ ન રહ્યુ , તુ પણ એનો થઇ આવ્યો...