વાદળો ની તિરાડ ને હું જોડવા ગઈ....આકાશ ને હું જરા તોડવા ગઈ.....વાયરા ને થોડો વખોડવા હું ગઈ.....વરસાદ ને થોડો છંછેડવા હું ગઈ....ધરતી ની ધાર ને હું ધારવા ગઈ.....પેલાં વડલાં ની વાત ને સાંભળવા હું ગઈ......એની લાંબી લાંબી ડાળે હિંચકવા હું ગઈ.....ઉપવન નાં ફુલો ને સમજવા હું ગઈ.....અરરર્ આ બધું શું હું કરવા ગઈ?....જ્યાં માણસાઈ મનેં ક્યારેય નથી સમજાઈ....આ કુદરત ને કેમ હું સમજવા ગઈ?.....મીસ.મીરાં...