સમય બદલાતાં જોયા મેં પણ સંજોગ નહીં
લોકો ને બદલતા જોયા મેં પણ વિચાર નહીં
સાની કરુ હૂ કંઈ ટીકા એના પર
મન બદલતા જોયા મેં તન નહીં
સાની કરવી છે વહેંચણી સંસારમાં
પૈસા બદલતા જોયા મેં ઈમાન નહીં
ઉંચ નીચ છોડ ને હવે તો કંટાળી
ઘર બદલતા જોયા મેં માટી નહી
મહેનત વગર તો એ ક્યાં ફળ છે આજે પણ
જિંદગી ને બદલતી જોઈ મે પણ આંસુ નહિ