તારા મનની વાત ભાગ -12
બપોરના 2 વાગ્યા પણ મોહિની ગર્લસ્ રૂમની બહાર આવવા તૈયાર નહોતી કોલેજની બપોર પાલી ચાલું થઈ ગઈ હતી પણ મોહિની પોતાની કલાસમૅટને મહેદીં મૂકવામાં વ્યસ્ત હતી.અદિતીએ ગોળ ગોળ ઘણા પ્રયત્નો કર્યા પણ મોહિની કંઈ જ બોલતી ન હતી.
'આ લાસ્ટ ટાઈમ પૂછુ છુ તને તારી હા છે ?' અદિતીએ થોડા ગુસ્સાથી કહ્યું .
'એ હું કંઈના જાણું તારે જે કરવું હોય એ કર '
' સારૂ મોનું હવે હું જે કરવું હશે એ કરીશ આમ, પણ તું નઈ બોલે બાય... હું ઘરે જવ છું ...
અદિતી સીધી વાલ્મિક પાસે ગઈ વાલ્મિકની જેમ અદિતી અને મોહિની પણ સવારનાં ભૂખ્યા હતા.
' વાલ્મિક તું ઘરે જા હવે રાહ જોવાનો કોઈ મતલબ નથી. '
'કેમ એ અત્યારે શું કરે છે ? ફોન પણ નથી ઉપાડતી'
' એ મહેંદી મૂકે છે., તું ચિંતા ના કર હું સાજે એના ઘરે જવાની જ છું...'
ત્યાં જ મોહિની ની નાની બેન સ્વરા અને એની ફ્રેન્ડ સંધ્યા ત્યાં આવે છે. બન્નેનું કોલેજ કેમ્પસ એક જ હોય છે બધા રોજ ફ્રી ટાઈમમાં મળતા હોવા થી એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે. અને આ બધી વાત થી પરિચિત હોય છે .
' શું થયું વાલ્મિક આમ, કેમ બેઠા છો બન્ને મોહિની કયાં છે.?? ' સ્વરાએ એમ જ પૂછયું .
' કંઈ નઈ યાર તારા કરતા મોહિની કેટલી અલગ છે ?' અદિતી એ નિરાશ થતા કહ્યું . સવારથી લઈ અત્યાર સુધીની બધી વાત અદિતી એ કરી .
'મને બધી ખબર છે મારી હાજરીમાં જ મમ્મીએ તને ફોન કર્યો તો , તું ઘરે આવ સાંજે એટલે વાત કરી એ ' કહી સ્વરા ત્યાં થી ચાલી ગઈ.
ત્યાં જ વાલ્મિક ભડક્યો અદીતી તો એને ગાંડાની જેમ જોઈજ રહી.. વાલ્મિકે ગુસ્સામાં પોતાનો ફોન કાંડા ઘડિયાલ બધ્ધુ છુટુ ફેકવા માંડયું . અદિતી એ જેમ તેમ કરી શાંત કર્યો .
' જો આપડે એટલા પૈસાદાર નથી કે વસ્તું તોડી નાખીએ , ગુસ્સો આવે પણ થોડી ધીરજ રાખ બે -ત્રણ દિવસ પ્લીસ ... કહી અદિતી વાલ્મિકની બધી વસ્તું ભેગી કરી તેને આપી હવે તું ઘરે જા હું પણ જવ છું તારુ ધ્યાન રાખ જે બાય... કહી અદિતી ત્યાંથી ચાલી ગઈ.
સાંજે મોહિનીનાં ઘરે
ચાર ચાર જણા લાગ્યા કામે મોહિની ને પૂછવા પણ મોહિની બોલે ... રામ ભજો ...એતો સ્માઈલ આપી પૂર્ણ વિરામ મૂકી દેતી .
' માસી હું તો કહું છું કે તમે આના લગ્ન કરી જ નાખો જે મલે એની સાથે આમ, પણ એને સાચે જ વાલ્મિક પસંદ નથી ' અદિતી એ મોહિની મમ્મીને ઈશારો કરતા કહ્યું .
'હા મમ્મી સાચું કિધું અદિતી એ આમ, પણ વાલ્મિક કેટલો મસ્ત છોકરો છે સ્માર્ટ , હોંશિયાર દેખાવમાં પણ નંબર વન છે . એટલે એને તો સારી છોકરી મલી જ જશે ' સ્વરા પણ મરચું લાગે તેવું બોલી કેમ કરી મોહિની 'હા' પાડે તેની રાહ જોવાતી હતી .
મોહિની જમવાનું બનાવવા લાગી .બધી મહેનત પછી ચારે થાક્યા સ્વરા ,અદિતી, સંધ્યા અને મોહિની નાં મમ્મી બધાં પોતાની રીતે કંઈક નવું કરવા વિચારવા લાગ્યા ....