સમય પણ કેટલો અજીબ હોય છે
અજીબ અજીબ નિર્ણયો કરાવે છે .
પ્રેમ પણ અજીબ છે ,
ગમે ત્યારે ગમે તેની સાથે થઈ જાય છે .
જીંદગીની ભાગદોડ માં સમય જાણે રુકી ગયો હતો.
જ્યારે તારી સાથે પ્રેમ થયો.
એવું લાગે છે કે સમય પાછળ ખેંચી રહ્યો હોય
અને જીંદગી આગળ બોલાવી રહી હોય
પ્રેમનાં અંંધકારમા ખોવાઇ ને જાણ્યું કે
જીંદગી કેટલી અનમોલ છે,
આંખ ખોલી ને જોયુ તો આકાશ
એની બાહો ફેલાવીને બોલાવી રહ્યુ હતુ.
ખુલ્લા આકાશ માં ઊડતાં પંખીઓ એ શીખવ્યુ કે
જીંદગી તો આપણી પાંખો પર ઊડવાનું નામ છે .
નજર જુકાવીને જોયું તો રેેેત પગ ચુમી રહી હતી
જમીને કહયુ,
જીંદગી આપણો બોજ ખુદ ઊઠાવવાનુ નામ છે .
ઊઠતા કદમે નિર્ણય કરી લીધો
કે એ જીવવા માંગે છે,
જીંદગી એ નુું જ તો નામ છે .