Gujarati Quote in Story by Ami

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા મનની વાત .. ભાગ -11

          થોડા સમય પછી  વાલ્મિક અને મોહિની વિશે કૉલૅજમાં વાતો થવા લાગી .મોહિનીને કોઈ વાલ્મિક વિશે પૂછે તો,'  એ ફક્ત મારો ખાસ મિત્ર છે'. એમ કહી તે વાત ઉડાવી દેતી. પણ હવે રોજ કૉલેજ આવતા જતા બન્ને હંમેશા સાથે હોવાથી આજુ બાજુ રહેતા લોકો અને લાગતા વળગતા પણ તેમના વિષે જાણતા ચર્ચા કરતા થઈ ગયા.
         મોહિનીને જોવા આફ્રિકાથી એક છોકરો આવ્યો.એટલે મોહિનીને છોકરો ગમ્યો કે નહીં, કે મોહિની ના મનમાં બીજું પાત્ર છે. તે જાણવા મોહિનીના મમ્મી એ અદિતીને ખાનગીમાં  ફોન કર્યૉ.... 
  
   બીજા દિવસે
   
        અદિતી ગર્લસ્ રૂમમાં ફોન પર વાતો કરતી હતી. ત્યાં જ અચાનક મોહિની આવી અને અદિતીની બાજુમાં આવી બેસી ગઈ.મોહિની પહેલીવાર લૅક્ચર બંગ કરી ગર્લસ્ રૂમમાં બેઠી હતી. અદિતીને કંઈ ઠીક લાગ્યું નહીં એટલે એણે ફોન પર વાતો કરવાનું બંધ કરી.મોહિની સાથે વાતો કરવા માંડી....

 અદિતી : તને શું થયું છે ? તું ક્યારેય લૅક્ચર બંગ નથી કરતી                  અને આજે કેમ અહીં આવી ગઈ બેસવા સાચું                      બોલ શું વાત છે ?
 મોહિની : કંઈ ખાસ નઈ ! પેલો છોકરો આવેલો ને મને જોવા                 એ સારો છે. પણ મને ના ગમ્યો હવે શું કરુ ? કંઈ                સમજાતું નથી.
 
અદિતી : સાચુ કહું તને વાલ્મિક ગમે છે ને સાચુુ બોલ..
મોહિની : ના એવુ કંઈ જ નથી.
અદિતી : એવું કંઈ નથી તો એ લાવે એ ગીફટો કેમ લઈ લે છે.               આવતા જતા એની સાથે ,ફોન પર નૉટસ્ લેવા                     આપવાના બહાને કલાક સુધી વાતો કરવી , તને                   નથી ખબર સોસાયટીમાં બધા પુછે છે કે મોહિની                    સાથે છોકરો કોણ હોય છે.
                     તું કહે તો તારા મનની વાત વાલ્મિકને કહી                    દઉ  બોલ ......
 મોહિની : તારે જે કરવું હોય એ કર પણ મને વચ્ચે ના રાખ                   મારે આમા કોઈ જ લેવા દેવા   નહીં  ઓ...કે...
 અદિતી : આ જબરુ તારા માટે પ્રપોઝલ લઈ હું જઉ અને                  તારે લેવા દેવા નઈ ..... કાંઈ વાંધો નઈ હું હાલ                      વાલ્મિકને પૂછીને આવું  બાય...
     
        કૉલૅજ કૅમ્પસ્ માં જ અદિતીને વાલ્મિક મળી ગયો .બન્ને સ્વભાવે શોખમાં સરખા જેવા હતા એટલે બન્ને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી.
( બધા છોકરા વચ્ચેથી અદિતી વાલ્મિક ને હાથ પકડી સાઈડમાં લઈ ગઈ આમ, આવ બહુ જ ખાસ વાત કરવી છે . કૉલૅજ ગાર્ડનમાં જઈ બન્ને ઉભા રહ્યા . )

 વાલ્મિક : તારે વળી શું વાત કરવી છે! જેણે વાત કરવી                     જોઈએ એ કંઈ બોલતી જ નથી.
 અદિતી : એ આમે કાંઈ નઈ બોલે જે કરવાનું છે એ તારે ને                   મારે જ કરવું પડશે . તને ખબર છે એને એટલી                    મસ્ત મહેંદી મુકતા આવડે છે. છતાં સપર્ધામાં ભાગ              નતી લેતી એક દિવસ સ્કૂલમાં મેં એને પૂછ્યા વગર                 એનું નામ સપર્ધામાં લખાયું તું અને એ સપર્ધા જીતી              ગઈ હતી .આમા પણ એવું જ કરવું પડશે. 
વાલ્મિક : એટલે ? 
અદિતી : તું એને પ્રેમ કરે છે ?
વાલ્મિક : આટલા મહિના થી એજ કરુ છું પણ એ મોઢા                    માંથી કંઈ જ નઈ બોલતી.
અદિતી : (મોહિની ની હાલત બધી અદિતી એ વર્ણવી )બન્ને                જગ્યાએ એક જ હાલ છે  .બાકી તારા થનાર સાસુને તું ગમી ગયો છે. એમણે કાલે મને ફોન કરી મોહિની શું ઈચ્છે છે એ માટે અને તમારા બન્ને વિશે એ રાજી છે. એમ ક્હયું છે અને તારા ઘરે એ આવવા માંગે છે .તારા ઘરનાં લોકોને મલવા પણ આ પાગલ બોલે કંઈ તો આગળ કંઈક થાય ....
 
વાલ્મિક : મારા ઘરમાં બધાને ખબર છે અને બધા રાજી છે .            ઘરે પૂછી હું કઈશ તને કે  મોહિનીનાં મમ્મી                           અમારા ત્યા ક્યારે આવે ? ઓ..કે .... કૉલૅજ થી ઘરે            જઈએ એ પહેલા તું પ્લીસ.. એના મનની વાત જાણી             મને  કે ઓ..કે... હું અહીં જ બેસી રાહ જોઉ છું.

Gujarati Story by Ami : 111017581
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now