Hindi Quote in Jokes by Ketan

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અવસાન બાદ સ્મશાને જતી નનામી ઉભી રખાવી એક ભાઇ બોલ્યા કે.. મારે મરનાર પાસે પંદર લાખ લેવાના છે, એના છોકરા આગળ આવી પહેલાં મારા રૂપીયા આપે કે કબૂલે પછી જ એને અગ્નિ દેવા જગ્યા આપીશ, એમના પાંચેય દિકરાએ આવીને કહયું કે.. અમને કાંઇ ખબર જ નથી તો અમે રૂપિયા કેમ આપીએ? પેલો ભાઇ કહે જ્યાં સુધી મારી રકમ નહીં મળે હું આપના પિતા ને અગ્નિ દેવા નહીં દઉ.. આ વાત ઘર સુધી પહોંચી.. જે વ્યક્તિ અવસાન પામેલી એની દીકરીએ પોતાના પહેરેલા બધા દાગીના કાઢી ને એ લેણદાર ને આપતા કહયું.. આ રાખીલો કાકા મારૂં સોનું ને બીજા જે ખુટતા હોય તે મારા પિતાશ્રી ને અગ્નિ આપ્યા બાદ મારી FD તોડાવીને તમને ચૂકવી આપીશ.!! ત્યારે એ માણસ બોલ્યો દીકરી મારે તારા પિતાશ્રી પાસે એક રૂપિયો પણ લેવાનો નિકળતો નથી, મારે તો તારા પિતાને પંદર લાખ આપવાના બાકી છે.. એ રૂપિયા મારે કોના હાથમાં આપવા એની મને મુંઝવણ હતી.. અને દીકરી ધન્ય છે તને ને તારા માવતર ને કે મર્યા પછી પણ તું તારા માવતર ને ભુલી નથી..
*ત્રણ કુળ ની લાજ છે દીકરી..*
*માવતર, મોસાળ ને સાસરૂ.!!*

Hindi Jokes by Ketan : 111016663
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now