' આલિંગન '
જ્યાં ના સમજાય કે હું શું કહું ત્યાં મારી વાત પહોંચાડે એ આલિંગન છે,
સદાય બધાના દિલમાં વાસ કરતું એ જ પ્રેમ ની તૃપ્તિ કરાવતું એ તો આલિંગન છે,
પ્રેમીઓ ને પ્રેમની અનુભૂતિ કરાવે કરાવે મિત્રો ને લાગણીની અનુભૂતિ,
હોય માતાપિતા કે હોય પત્ની બાળકો સંસારનું સ્વર્ગ એ આલિંગન માં સમાયું છે,
તે પૂછ્યો તો પ્રેમનો મર્મ ને હું દઈ બેઠો આલિંગન તણો પ્રેમ,
મળીએ ત્યારે આલિંગન છુટા પડીએ ત્યારે આલિંગન,
ખુશ થઈએ ત્યારે આલિંગન અને દુખ માં પણ આલિંગન,
આલિંગન કેરો સાથ રે એ હર પલ એવો સહવાસ રે,
દરેકે દરેક સંબંધોમાં પ્રેમની અનુભૂતિ અને લાગણી ની અભિવ્યક્તિ એટલે આલિંગન....