કહેવામાં તો તું રાધા અને કૃષ્ણ છું હું,
તું વંશી નો સાદ અને રાસ નો અંદાજ છું હું,
તું મારા દિલની રાણી અને તારા દિલનો
સરતાજ છું હું.
કહેવામાં તો તું મિત્ર અને ભાનુ છું હું,
તારી ખુશીનું નાનું એવું બહાનું છું હું,
તું મુનસર તળાવનું પાણી અને એમનું એક
કમળ છું હું ,
તું શુધ્ધ એવું મન અને વિચારોનું વમળ છું હું.
કહેવામાં તો તું સુરમ્ય રણ અને વરસાદ છું હું,
શ્રી કૃષ્ણ ના પંચજન્ય નો શંખનાદ છું હું,
તું રાગ દુર્ગા અને ત્રિતાલ છું હું,
તારા પ્રેમનો એક કમાલ છું હું.
કહેવામાં તો તું મારી કળા અને તારા થાકી નિપુણ છું હું,
તારા જ અર્ધમાં સમાઈને પૂર્ણ છું હું!
-પરીક્ષિત