તારા મનની વાત..ભાગ -8
મોહિનીનાં ઘરનું વાતવરણ સામાન્ય હતું .દરેક વ્યક્તિની લાઈફ તેના ઘરમાં સ્વતંત્ર હતી. એટલે વાલ્મિક તેની સાથે તેના ઘરે તેને મુકવા જાય તેમાં કોઈનો વિરોધ નહોતો .
* * * * *
કૉલૅજનાં કૅનટીનમાં .......
મોહિની : આટલી આમ, ખુશ કેમ છે.? કોઈ કારણ !
અદિતી : આજે સાંજે અર્જીત આવવાનો છે. હમણાં મૅસૅજ આવ્યો એનો એક મહિનો થઈ ગયો યાર.. જોયો નથી એને આજે જોઈશ .
મોહિની : ઓ....હો...... સારુ... સારુ... ચાલ હવે રીઝલ્ટ આવ્યું છે .નોટીસ બૉર્ડ પર .........જોઈએ.. ચાલ..
અદિતી : હમમ્મ્મ્મ... ઓ..કે..
* * * *
નોટીસ બૉર્ડ આગળ ખૂબ જ ભીડ હતી.' યાર.... કલાક ઉભા રહીશું તો પણ નંબર આવે એમ લાગતું નથી ' .અદિતીએ કંટાળા સાથે કહ્યું .ત્યાં જ વાલ્મિક આવ્યો 'હાય.... મોનું તારો ફસ્ટ ક્લાસ આવ્યો છે.' વાલ્મિકે ખુશ થતાં કહ્યું .થેન્કસ્ વાલ્મિક .. ચાલો તમારુ તો જોવાઈ ગયું હવે હું જોઈ આવું ... બાય...મળીયે પછી.. હું અહીં જ ઉભી છું તું જઈ આવ મોહિનીએ શાંતીથી જવાબ આપ્યો...
મોહિની અને વાલ્મિક બન્ને એક બીજા સાથે મસ્તી કરી રહ્યા હતા. અદિતી દૂરથી આ બધુ જ જોઈ રહી હતી. રીઝલ્ટ જોઈ રહ્યા પછી મોહિની અને અદિતી ઘરે જવા નીકળ્યા . ત્યાં કૉલેજનાં ગૅટૅ જતાં મોહિની વાલ્મિકને વારંવાર જોવા લાગી વાલ્મિક દેખાતો હતો ત્યાં સુધી હાથ હલાવી હલાવી બાય... બાય.. કરતી રહી.. અદિતી આ બદલાયેલી મોહિનીને જોઈજ રહી.' જોજે પ્રેમનાં થઈ જાય એની સાથે ' અદિતીએ મજાક કરતા ં કહ્યું . ના.... એવું કંઈ મને થાય જ નહીં ઓ...કે અમે ખાલી મિત્રો જ છીએ..મોહિની પોતાની સફાઈ આપવા લાગી.' તને ભલે બધું નોર્મલ લાગતું હોય મને નથી લાગતું અને પ્રેમ કરનાર પર મેં પી.એચ .ડી . કરી છે. જોઈને કઈ દઉં કે નકકી બૉસ લૉચા છે. તું એ જોજે એક દિવસ પ્રેમની પૂજારણ થઈ જઈશ '.અદિતીએ મોહિનીને ચિડાવતા કહ્યું.